વેપારી લગ્ન પ્રસંગે ગયાને તસ્કરો કળા કરી ગયા
ભાવનગર, તા. 13: અહી સીંધુનગર પાછળના ગોપાલ પાર્કમાં રહેતા સીંધી વેપારી કૈલાશપતિ ભજનલાલ કિમતાણીના મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ. 90 હજારની મતા ઉઠાવી ગયા હતાં.
સીંધી વેપારી અને તેમના પરિવારજનો મકાનને તાળા અને લોક મારીને જૂનાગઢ ભત્રીજાના લગ્ન પ્રસંગે ગયા હતાં. પરત આવ્યા ત્યારે દરવાજાનું હેન્ડલ અને સ્ટોપર તુટેલા હતાં. અંદર જઇને તપાસ કરતાં કબાટમાંથી રૂ. 75 હજારની રોકડ રકમ અને દાગીના મળી અંદાજે રૂ. 90 હજારની મતા ચોરાયાની જાણ થઇ હતી. વેપારીની ફરિયાદ પરથી પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.