નોટબંધી - જીએસટીની વિપરિત અસરો ઓસરી? સીસીઆઈમાં સુધારો

નોટબંધી - જીએસટીની વિપરિત અસરો ઓસરી? સીસીઆઈમાં સુધારો
નવીદિલ્હી, તા.13: નોટબંધી અને ત્યારબાદ જીએસટીને કારણે અર્થતંત્ર ઉપર માઠી અસર થઈ હતી. પરંતુ હવે આ બન્ને ધરખમ પગલાંઓની અસરો ઓસરી ગઈ હોવાનો અણસાર આપતાં આંકડાઓ સામે આવી રહ્યા છે.
સરકારે 8 નવેમ્બર 2016નાં રોજ જ્યારે નોટબંધીની ઘોષણા કરી ત્યારે સૌથી પહેલા જો કોઈ આર્થિક આંકડાની હાલત પાતળી થઈ હોય તો એ ગ્રાહક વિશ્વાસ આંક ( કન્ઝ્યુમર કોન્ફીડન્સ ઈન્ડેક્સ - સીસીઆઈ) હતો. નોટબંધી પછી દર મહિને આ આંકડામાં ઘટાડો થતો ગયો અને છેક મે 2017માં સીસીઆઈ નોટબંધી પહેલાનાં રાહતકારી સ્તરે પહોંચી શક્યો હતો. જો કે તે હજી આ સપાટીએ સ્થિર થાય તે પહેલા જ જુલાઈમાં સરકારે જીએસટીની અમલવારી કરી દીધી. ફરીથી સીસીઆઈની પડતી શરૂ થઈ.
સીસીઆઈ એવો આંકડો છે જેને સરળ ભાષામાં કહીએ તો બજારમાં માગ સાથે સીધો સંબંધ હોય છે. જો કે હવે સીસીઆઈ ફરીથી સામાન્ય બનતો દેખાવા લાગ્યો છે.  જો કે હજી પણ તે મે 2017નાં સ્તરથી નીચે જ છે પણ ડિસેમ્બર 2017થી તેમાં સુધારો થવા લાગ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer