પાણી ભરવા બાબતે સાસુ સાથે ઝઘડો થયા બાદ ભરેલું પગલું
અમરેલી, તા. 13: અહીના હનુમાનપરા રોડ પરના ઉર્જાનગરમાં રહેતી 40 વર્ષની કુંદનબા રાજેન્દ્રસિંહ ઝાલા નામની મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસની તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવતુ હતું ત્યારે મૃતક મહિલાને તેની સાસુએ પાણી ભરી લેવાનું કહ્યું હતું. આથી મહિલાએ દર વખતે મારે જ પાણી ભરવાનું તેમ કહેતા સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો.
ઉગ્ર બોલાચાલી બાદ મહિલાએ ઘરની લોખંડની ગ્રીલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે બહાદુરસિંહ ભનુભા ઝાલાએ પોલીસને જાણ કરી હતી.