ધોનીની વિકેટકિપિંગ ઉપર થઈ શકે છે રિસર્ચ : શ્રીધર

ધોનીની વિકેટકિપિંગ ઉપર થઈ શકે છે રિસર્ચ : શ્રીધર
પોર્ટ એલિઝાબેથ, તા. 13 : ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચે ધોનીની વિકેટ કિપિંગની પ્રશંસા કરતા કહ્યંy છે કે, ધોની પાસે વિકેટ કિપિંગની અલગ જ શૈલી છે અને તે શૈલી સફળ છે. ધોનીની વિકેટ કિપિંગની સ્ટાઈલમાંથી નવા ઉભરતા ક્રિકેટરો ઘણું બધું શિખી શકે તેમ છે. ધોની વિશે શ્રીધરે ઉમેર્યું હતું કે, ધોનીની કિપિંગ ઉપર એક અભ્યાસ થઈ શકે તેમ છે અને જો આ અભ્યાસ તેઓ કરવાના હોય તો તેને ‘ધી માહી વે’ નામ પસંદ કરી શકે છે.
દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વનડેમાં પાંચ વિકેટે હાર દરમિયાન ભારતીય ટીમની ફિલ્ડિંગ આશા પ્રમાણે સારી રહી નહોતી. જો કે ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને કહ્યું છે કે, આફ્રિકાના મેદાનમાં ભારતીય ટીમને સાવધ રહેવા કહ્યું છે કે, કારણ કે ઝડપી પવન ફુંકાતા હોવાના કારણે કેચ પકડવો મુશ્કેલ બને છે.
શ્રીધરે ઉમેર્યું હતું કે, ધોની મોટાભાગે કિપિંગ અભ્યાસ સત્રમાં ભાગ લેતો નથી પણ તેણે નજીકથી રનઆઉટ અને સ્ટંપિંગ કરવામાં મહારત મેળવી લીધી છે. પાંચમી વનડે પહેલા પત્રકાર પરિષદમાં શ્રીધરે ધોનીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ધોની પાસે પોતાની એક શૈલી  છે અને તે સફળ છે. આ સાથે ઉમેર્યું હતું કે, ધોનીની વિકેટકિંપિંગ ઉપર એક અભ્યાસ પણ થઈ શકે છે અને જો અભ્યાસ પોતે કરે તો તેને ધી માહી વે નામ આપીશ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer