ડિવિલિયર્સની વાપસી આફ્રિકા માટે ફાયદારૂપ : ગાંગુલી

ડિવિલિયર્સની વાપસી આફ્રિકા માટે ફાયદારૂપ : ગાંગુલી
નવી દિલ્હી, તા. 13 : પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના કહેવા પ્રમાણે ભારત સામેની શ્રેણીમાં ધુરંધર બેટધર એબી ડિવિલિયર્સની વાપસીની દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપર નોંઘપાત્ર અસર થઈ છે અને ચોથા વનડેમાં ભારત સામે જીત પણ મેળવી છે. જો કે ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે, ભારતની ટીમને આ હારથી ડરવાની કોઈ જરૂર નથી.  ઈજાના કારણે ડિવિલિયર્સ શરૂઆતના ત્રણ વનડેમાંથી બહાર હતો. આ ત્રણે વનડેમાં જીત મેળવીને ભારતીય ટીમે 3-0થી સરસાઈ મેળવી લીધી છે. જો કે ચોથા વનડેમાં ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટે જીત થઈ હતી. સૌરવ ગાંગુલીએ પોતાની એક કોલમમાં કહ્યું છે કે, એબીની ટીમમાં વાપસીની સકારાત્મક અસર મેદાનમાં જોવા મળી હતી.  આ ઉપરાંત પિંક ડ્રેસમાં તમામ મેચ જીતવાના રેકોર્ડને પણ આફ્રિકાએ કાયમ રાખ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer