સલમાનની રેસ-3 મે મહિનામાં રિલીઝ થશે
અભિનેત્રી ડેઝી શાહને રેમો ડિસોઝાની ફિલ્મ મળતા તે ભારે ખુશ છે. રેસ-3 ફિલ્મ માટે તેની પસંદગી સલમાનના કારણે કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. સલમાન રમેશ તૌરાનીના નિર્માણ હેઠળ ફિલ્મ રેસ-3 કરી રહ્યો છે. આ ફિલ્મ ચોથી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રેસ-3 ફિલ્મ મળતા ડેઝી ભારે ખુશ છે. તેની કેરિયરમાં આ ફિલ્મ બાદ તેજી આવનાર છે. બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના કારણે બોલિવૂડમાં ટકી રહેવામાં સફળતા મળી છે. તે તેના ઇશારે ચાલી પણ રહી છે. તેની પાસે હાલ નાના બજેટની ફિલ્મો આવી રહી છે પરંતુ તે આને લઇને સંતુષ્ટ છે.