પ્રાણ ગયા પણ યાદ રહી

પ્રાણ ગયા પણ યાદ રહી
પ્રાણ સાહેબનો 12મી ફેબ્રુઆરીએ જન્મદિન હતો ત્યારે તેમના અનેક સંસ્મરણો તાજાં થયાં હતાં. પ્રાણને યારોના યાર કહેવાતા હતા. અભિનેતા - દિગ્દર્શક રાજકપૂરની ફિલ્મ ‘બૉબી’માં કામ કરવા માટે પ્રાણે ફક્ત એક રૂપિયાની ફી લીધી હતી, કારણ કે એ દરમિયાન રાજકપૂર આર્થિક તંગીથી ઝઝૂમતા હતા અને તેઓ ‘મેરા નામ જોકર’ને લઈ થયેલા નુકસાનને ‘બૉબી’થી ભરપાઈ થાય એવી આશા રાખી રહ્યા હતા, જેને લઈ પ્રાણે શુકનના રૂપિયાથી કામ કરવાનું સ્વીકાર્યું હતું. એમ પણ કહેવાય છે કે અમિતાભ બચ્ચનને બિગ બી બનાવવામાં પ્રાણનો મોટો હાથ છે. તેમણે પ્રકાશ મહેરાને કહીને જ અમિતાભને ‘ઝંઝીર’માં મુખ્ય ભૂમિકા કરવાની તક અપાવી હતી અને આ ફિલ્મમાં શેરખાનનો રોલ પણ કર્યો હતો. એ કહેવું ખોટું નહીં લેખાય કે પ્રાણે જ ઇન્ડસ્ટ્રીઝમાં બિગ બીને એન્ગ્રી હીરોની ઇમેજ અપાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer