આવતા મહિને રિલિઝ થશે કૃતિ ખરબંદાની ફિલ્મ

આવતા મહિને રિલિઝ થશે કૃતિ ખરબંદાની ફિલ્મ
વર્ષ 2016માં હોરર ફિલ્મ રાઝ રીબુટ મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ કૃતિ ખરબંદા  હાલમાં સૌથી સફળ અભિનેત્રી પૈકી એક તરીકે સાબિત થઇ રહી છે. તે માત્ર હિન્દી જ નહીં બલ્કે તમિળ અને કન્નડ ફિલ્મો પણ કામ કરી રહી છે. તેની પાસે હાલમાં ત્રણ કન્નડ ફિલ્મ છે અને હિન્દી ફિલ્મો પણ છે.  તે યમલા પગલા દિવાના-3 ફિલ્મમાં તમામ દેઓલ પરિવારના સભ્યો સાથે નજરે પડનાર છે. કૃતિ જુદી જુદી રીતે સતત ચર્ચામાં રહી છે. જો કે તેની પાસે શાનદાર અને મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે. હવે તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં  આવી ગઇ છે. તેનુ કહેવુ છે કે નવ વર્ષમાં પ્રથમ વખત તે હાલમાં સિંગલ છે. તેની કેરિયરને લઇને તે હવે આશાવાદી પણ બનેલી છે. આ વર્ષે પણ તે કેટલીક ફિલ્મોમાં નજરે પડનાર છે. દેઓલ પરિવારને આવરી લેતી યમલા પગલા દિવાના-3 ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. યમલા પગલા દિવાના-3ની અગાઉની સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ કૃતિની કેરિયરમાં તેજી લાવી શકે છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer