‘બાગી-2’ હવે ટૂંક સમયમાં રિલીઝ

‘બાગી-2’ હવે ટૂંક સમયમાં રિલીઝ
બાગી-2 ફિલ્મનું શાટિંગ હવે પૂર્ણ થવા આવ્યું છે. આ ફિલ્મને 30મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવી શકે છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટણીની મુખ્ય ભૂમિકા છે. ટાઇગર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે અરમાન કોહલી, મનોજ બાજપેયી અને પ્રતિક બબ્બરની પણ rિમકા છે. આ ઉપરાંત ફિલ્મમાં રણદીપ હુડા યાદગાર ભૂમિકા અદા કરી રહ્યો છે. દિશા સારી ફિલ્મ મળતા આશાવાદી છે. દિશા હાલના સમયમાં સેક્સ સિમ્બોલ તરીકે પણ ઉભરી રહી છે. ટાઇગર સાથે તેના સંબંધ હોવાની વિગત વારંવાર આવતી રહી છે.  દિશા પાટણી સિક્વલ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદથી જ ભારે ઉત્સુકતા હતી.  ફિલ્મમાં શરૂઆતમાં અભિનેત્રીને લઇને અનેક નામો સપાટી પર આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer