હવે દક્ષિણની અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ હિન્દી ફિલ્મમાં

હવે દક્ષિણની અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ હિન્દી ફિલ્મમાં
દક્ષિણ ભારતની વધુ એક લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેની બોલિવૂડમાં એન્ટ્રીને લઇને તેના ચાહકો પણ ભારે ખુશ છે. ફિલ્મફેર એવોર્ડ વિજેતા અભિનેત્રી હવે પોતાની હિન્દી ભાષાની ફિલ્મને લઇને તમામ તૈયારી કરી રહી છે. તે હવે રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મનું શાટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવનાર છે.
આ ફિલ્મનુ શાટિંગ લખનૌ, મથુરા અને વૃંદાવનમાં શરૂ કરવામાં આવનાર છે. તમામ લોકો જાણે છે કે શ્રદ્ધા મલયાલમ, તમિળ અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2017માં 27 વર્ષીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથે ઇન્ટર્ન રિપોર્ટર તરીકે યાદગાર ભૂમિકા અદા કરી હતી. કન્નડ ફિલ્મ યુ ટર્નને લઇને માહિતી મેળવી લેવા માટે તેને કહેવામાં આવે છે. નવી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ બોલિવૂડમાં પણ તેની કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. જેથી તે આના માટે આશાવાદી દેખાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer