વાંકાનેરના ચંદ્રપુરનો તલાટી કમ મંત્રી રૂ. આઠ હજારની લાંચના છટકામાં સપડાયો

વાંકાનેર, તા. 12: વાંકાનેરના ચંદ્રપુર ગામનો તલાટી કમ મંત્રી વીરેન્દ્રસિંહ હલુભા વાઘેલા રૂ. આઠ હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયો હતો.
મૂળ રાતીદેવળીના વતની અને હાલ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતાં સલીમીભાઇ હેરજાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં એવા આરોપસરની ફરિયાદ નોંધાવીહતી કે,  તેના મકાનના બે નંબરના દાખલામાં નામ ચડાવી આપવાના બદલામાં ચંદ્રપુરના તલાટી કમ મંત્રી વીરેન્દ્રસિંહ વાઘેલાએ રૂ. દસ હજારની લાંચની માગણી કરી છે. આ ફરિયાદના આધારે મોરબી બ્યુરોના પીઆઇ રાવલ અને તેના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું. ચંદ્રપુર ગ્રામ પંચાયત કચેરીના મેદાનમાં લાંચના રૂ. આઠ હજારની માગણી કરીને સ્વીકારતા તલાટી વીરેન્દ્રસિંહ વાઘેલા ઝડપાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer