મેજર આદિત્ય સામે કેસ પર રોક

મેજર આદિત્ય સામે કેસ પર રોક
શોપિયાં કેસમાં સુપ્રીમે કાશ્મીર સરકાર પાસે જવાબ માગ્યો: કેન્દ્રને વલણ જણાવવા નિર્દેશ
નવી દિલ્હી, તા. 12 : શોપિયાંમાં સૈન્યના ગોળીબારમાં પથ્થરબાજોના મોતના મામલામાં મેજર આદિત્ય સામે કરાયેલા કેસ પર વચગાળાની રોક લગાવતાં સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
સર્વોચ્ચ અદાલતે રોક મૂકી દેતાં હવે કાશ્મીર પોલીસ મેજર આદિત્ય કુમારને પૂછપરછ માટે બોલાવી કે ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમે જમ્મુ અને કાશ્મીર સરકારને મેજર આદિત્યના પિતા કર્નલ કર્મવીરસિંહની અરજી પર બે સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
વધુમાં, સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને આ કેસમાં કોર્ટની મદદ કરવા તેમજ રાજ્ય પોલીસ દ્વારા સૈન્ય કર્મી સામે ફરિયાદ પર કેન્દ્રનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
આ મામલામાં 10 ગઢવાલ રાઇફલ્સના મેજર આદિત્ય વિરુદ્ધ કેસ નોંધાયો હતો. મેજરના પિતા લેફ્ટનન્ટ કર્નલ કર્મવીરે સર્વોચ્ચ અદાલત સમક્ષ?પુત્ર માટે ન્યાયની માંગ કરી હતી.
રાષ્ટ્રીય ધ્વજના સન્માનની રક્ષા માટે જાનની બાજી લગાવનારા જવાનોના મનોબળની રક્ષા કરવાની સાથોસાથ આદિત્ય સામે કરાયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કર્નલ કર્મવીરે કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં સેના પહેલાં જ મેજર આદિત્ય અને તેમની ટીમને નિર્દોષ ઠરાવી ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer