પીપળીના પૂર્વ ઉપસરપંચના પ્રજ્ઞાચક્ષુ પુત્રનો આપઘાત

આપઘાત કરતા પહેલા ઓડીયો-વીડીયો કલીપ બનાવી મિત્રોને મોકલી
કેશોદ, તા.1ર : કેશોદ તાબેના પીપળી ગામે રહેતા પૂર્વ ઉપસરપંચ ગોવીદભાઈ સકરાભાઈ રાવલીયાના પ્રજ્ઞાચક્ષુ પુત્ર નરેશકુમારે તેના ઘરની અગાસીમાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક નરેશકુમાર કેશોદમાં સંગીત કલાસીસ ચલાવતો હતો અને આઠ તારીખે બેંકની પરીક્ષા આપવા માટે અમદાવાદ ગયો હતો ત્યારે નરેશકુમાર પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે રાઈટર રાખવામાં આવેલ હોય પણ તે રાઈટરની જગ્યાએ ડમી રાઈટર બેસાડી દેવામાં આવેલ હતો. જે ડમી રાઈટરના કારણે નરેશકુમારને ડમી વિદ્યાર્થી તરીકે ભોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  થતા પ્રજ્ઞાચક્ષુ  વિદ્યાર્થી નરેશકુમારની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ દિવસ સાબરમતી જેલમા રહેલ તે સમયે આપઘાત કરવાનું નકકી કર્યું હતું અને આપઘાત કરતા પહેલા નરેશકુમારે ઓડીયો-વીડીયો કલીપ બનાવી હતી અને તેના મિત્રોને મોકલી મારો આ નિર્ણય છે. કોઈના દબાણ નથી તેવું જણાવ્યું હતું. આ બનાવ અગે પોલીસે જરુરી કાર્યવાહી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer