BCCIને RTIના દાયરામાં લાવવું જરૂરી

BCCIને RTIના દાયરામાં લાવવું જરૂરી
નવી દિલ્હી, તા. 12: બીસીસીઆઈને જાહેર બોડી બનાવવા અથવા તેના વિકલ્પમાં, આરટીઆઈ હેઠળ પ્રજામાંથી કરાતા સવાલો પ્રતિ જવાબદાર એવી ખાનગી બોડી બનાવવા માટેની ભલામણો કરવાને કાયદા પંચ સજ્જ છે. વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોડી એવું બીસીસીઆઈ તમિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળનું ખાનગી તંત્ર છે. કાયદા પંચના વડા જસ્ટિસ બી.એસ. ચૌહાણે એક અખબારને જણાવ્યું હતું કે બીસીસીઆઈ વિશેનો રીપોર્ટ પંચે આખરી ઓપ આપી દીધો છે અને ટૂંકમાં તે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને રજૂ કરાશે. બીસીસીઆઈ બંધારણના આર્ટિકલ 12 હેઠળ સ્ટેટ તરીકે વર્ગીકૃત કરવાની ખાસી પાત્રતા ધરાવે છે. બોર્ડ સ્ટેટ તરીકે વર્ગીકૃત થવાનાં પરિણામે તે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો દ્વારા બંધારણીય ચકાસણીને આધીન બને અને તેના નિર્ણયોના વાજબીપણા સામે સવાલ કરતી લોકહિત અરજીઓનો તેણે સામનો કરવાનો આવે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer