ભાગવતના વિધાનથી ભડકેલા રાહુલ: ‘આ તો શહીદોનું અપમાન’

ભાગવતના વિધાનથી ભડકેલા રાહુલ: ‘આ તો શહીદોનું અપમાન’
મુઝફ્ફરપુર, તા. 12: પરિસ્થિતિ ઉભી થયે અમારું સંગઠન 3 દિવસમાં દળ ઉભું કરી દઈ શકે તેમ છે, એવા આરએસએસના વડા મોહન ભાગવતના વિખવાદી વિધાનથી ભડકી ઉઠેલ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એવું ટિવટ કર્યું હતું કે આરએસએસના વડાનું આ વિધાન દરેક ભારતીયનું, દેશ માટે શહીદી વહોરનારાનું, તિરંગાનું અને તેને સલામી આપતા સૈનિકોનું આ અપમાન છે. આવું અપમાન કરવા બદલ તેમને શરમ આવવી જોઈએ. દરમિયાન સંઘે આજે એવી સ્પષ્ટતા જારી કરી હતી. ભાગવતે કરેલી ટિપ્પણીનું ગેરઅર્થઘટન થયું છે. અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે ભાગવતજીએ એમ કહ્યું હતું કે જો એવા સંજોગો ઉભા થાય અને બંધારણ મંજૂરી આપે તો આમ સમાજને સજ્જ કરવા ભારતીય સેનાને છ માસનો સમય જોઈએ, જ્યારે સંઘના સ્વયંસેવકોને તાલીમ આપવામાં માત્ર 3 જ દિવસ જોઈએ, કારણ કે સંઘમાં મિલિટરી જેવું અનુશાસન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer