પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે બે રૂપિયાનો ઘટાડો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે બે રૂપિયાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ઉપર બ્રેક લાગતા સીધી અસર ભારતીય બજારમાં જોવા મળશે

નવી દિલ્હી, તા. 12 : પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતી કિંમતના કારણે લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ રહી છે. જો કે આગમી દિવસોમાં પેટ્રોલ ડીઝલ સસ્તા થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નરમાશ આવતા તેની અસર ભારતીય બજારો ઉપર પણ જોવા મળશે. છેલ્લા 7 મહિનામાં પેટ્રોલ 9 રૂપિયા મોંઘુ થયું છે. જો કે હવે ક્રૂડના ભાવ ઘટવાથી 7 મહિના બાદ પેટ્રોલ-ડીઝલમાં બે રૂપિયા ઘટવાની સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં તેજી ઉપર બ્રેક  લાગી છે. સીનિયર એનાલિસ્ટ અજય કેડિયાના કહેવા પ્રમાણે ક્રૂડની કિંમત 62 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉપર જોવા મળશે.જો ક્રૂડ 62 ડોલરે પહોંચી જશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ 7 મહિના પહેલાના સ્તરે જશે અને બે રૂપિયા સુધીનો ફાયદો થશે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલમાં 21 પૈસા અને ડીઝલમાં 28 પૈસાનો કાપ આવ્યો છે. અમેરિકાએ ક્રૂડના ઉત્પાદનમાં વધારો કર્યો હોવાથી તેની કિંમત ઉપર બ્રેક લાગી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer