વિન્ટર ઓલિમ્પિકમાં આઇસ હોકીમાં USનો વિજયી પ્રારંભ

વિન્ટર ઓલિમ્પિકમાં આઇસ હોકીમાં USનો વિજયી પ્રારંભ
15 વર્ષીય રશિયન સ્કેટર્સને સિલ્વર મેડલ

પ્યોંગચોંગ, તા.12: વિન્ટર ઓલિમ્પિકના મુખ્ય આકર્ષણ સમાન આઇસ હોકીનો આજથી પ્રારંભ થયો છે. મહિલા વિભાગના પહેલા મેચમાં યૂઅસેની ટીમનો ફિનલેન્ડ સામે 3-1 ગોલથી વિજય થયો હતો. આ મેચમાં યૂએસની ટીમે જબરદસ્ત નિયંત્રિત રમતનું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ સંયુકત કોરિયાની આઇસ હોકી ટીમને તેના પહેલા મેચમાં 0-8થી આઇસ હોકીમાં પહેલીવાર ઉત્તર અને દક્ષિણ કોરિયાની ટીમ સાથે મળીને રમી રહી છે.
ફિગર સ્કેટીંગમાં રશિયાની સ્વતંત્ર રીતે ભાગ લેનારી 1પ વર્ષીય એથ્લેટ એલિના આગિતોવાએ રજત ચંદ્રક જીત્યો હતો. વિન્ટર ઓલિમ્પિકમાં પહેલીવાર ભાગ લઇ રહેલી 1પ વર્ષની આ રશિયન ખેલાડીઓએ ચાહકોના દિલ જીતી લીધા હતા.  વિન્ટર ઓલિમ્પિક દરમિયાન દક્ષિણ કોરિયામાં ભૂકંપના આંચકા અને ભારે પવનને લીધે અનેક રમતોને અસર પહોંચી છે. કેટલીસ સ્પર્ધાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer