શહેરભરમાં ફાયનાન્સર-શરાફી મંડળીની ઓફિસમાં સઘન ચેકીંગ

શહેરભરમાં  ફાયનાન્સર-શરાફી મંડળીની ઓફિસમાં સઘન ચેકીંગ

મીલપરા વિસ્તારમાં રહેતા હરચંદ ખેમાણી નામના રિક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ પોલીસ કમિ.કચેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા દિનેશ ઉર્ફે મામા ચાવડા, તેના પુત્ર ચીરાગ અને દિવ્યેશ કવા નામના ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવના પગલે હરકતમાં આવેલી પોલીસે સતત ત્રણ દિવસથી શહેરભરમાં આવેલી અનેક  શરાફી સહકારી મડળીઓ અને ફાયનાન્સરોની ઓફિસોમાં સઘન ચેકીગ ઝુંબેશ હાથ ધરી હતી અને ફાયનાન્સને લગતા તમામ સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ પોલીસસૂત્રેાએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer