કાર્તિના ચેન્નાઈ-દિલ્હીમાંના સ્થળોએ ઈડીના દરોડા

કાર્તિના ચેન્નાઈ-દિલ્હીમાંના સ્થળોએ ઈડીના દરોડા
ઈડીનું પગલું હાસ્યાસ્પદ: ચિદંબરમ

નવી દિલ્હી, તા. 13: એરસેલ-મેક્ષિસ કેસમાં મની લોન્ડરિંગ ની તપાસ સંબંધે, કોંગ્રેસી નેતા પી. ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ સાથે સંકળાયેલી, દિલ્હી અને ચેન્નાઈમાંની અનેક સ્થાવર મિલકતોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે છાપા મારી તલાશી લીધી હતી. આઈએનએક્ષ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં કાર્તિની અનુપસ્થિતિને લઈ સમન્સ જારી કરનાર ઈડીએ હવે તા. 16મીએ કાર્તિને હાજર થવા ફરમાવ્યું છે. ઈડીના આ પગલાને પી. ચિદંબરમે હાસ્યાસ્પદ ગણાવી જણાવ્યું હતું કે ઈડીના અધિકારીઓને કશું મળ્યું નથી પરંતુ સરકારના સંસદમાંના નિવેદન મુજબ કંઈક કર્યાના પ્રતિપાદન માટે આમ કર્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને તેમની ભાજપી સરકાર ઈડી તથા સીબીઆઈ દ્વારા બદલો લઈ રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer