ન્યાયતંત્રને મૂંગું અને બહેરું કરવાનો પ્રયાસ : ઉદ્ધવ ઠાકરે

ન્યાયતંત્રને મૂંગું અને બહેરું કરવાનો પ્રયાસ : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, તા. 13  : દેશના વડા ન્યાયામૂર્તિ વિરુદ્ધ દેખીતો બળવો કરનાર સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયમૂર્તિઓની પ્રશંસા કરતા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્રને મૂંગું અને બહેરું બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આમાં સરકારે મધ્યસ્થી કરવી જોઈએ. બળવો કરનાર ન્યાયમૂર્તિઓના નિર્ણયની સરાહના કરવી જોઈએ. હવે બળવો કરનાર જજ સામે તપાસ યોજાય એવી ઉજ્જવળ સંભાવના છે. જોકે, આ તપાસ નિષ્પક્ષ હોવી ઘટે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આવતી કાલની શહેરની મુલાકાતના ટાઈમિંગ સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે જ્યારે સર્વોચ્ચ અદાલતમાં કટોકટી છે ત્યારે તેમને અહીં આવવાની શી જરૂર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer