સિદ્ધુ બિઝી છે ! પણ ક્યાં ?

સિદ્ધુ બિઝી છે ! પણ ક્યાં ?
નવજોતસિંહ સિદ્ધુની ઓળખ આપવાની હોય નહીં. તેમની ઓળખ સ્ટાર ક્રિકેટર, કોમેન્ટેટર, કૉમેડી શૉના જજ અને નેતા તરીકેની છે. તેઓ જ્યારે બોલે છે ત્યારે સાંભળનારો મંત્રમુગ્ધ થઈને તેને સાંભળતો રહે છે. શેર-શાયરી, વજનદાર શબ્દોથી પોતાની વાણીમાં જે રંગ ભરે છે તે ગજબ હોય છે. તેમનાથી પ્રભાવિત થઈને કૉંગ્રેસ મોવડીમંડળે તેમને ગુજરાત અને હિમાચલના મતદારોને રિઝાવવાની જવાબદારી આપી હતી. બન્ને રાજ્યોના કૉંગ્રેસી ઉમેદવારો તેમની હાજરી ઇચ્છતા હતા, પરંતુ સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ હોવા છતાં તેઓ પ્રચાર માટે આવ્યા હતા નહીં. આવામાં સવાલ થાય છે કે તેઓ જ્યારે કોમેન્ટરીમાં વ્યસ્ત નથી, કોઈ કૉમેડી શૉમાં પોતાના ચોક્કા-છક્કા મારી નથી રહ્યા તો કરે છે શું? તેમના આ વર્તનનો ભેદ ઉકેલવા હવે રાજકીય પંડિતો મેદાનમાં ઊતર્યા છે અને તેઓ શું શોધે છે તે જોવું રહ્યું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer