ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવાથી પહેલાં પોર્ન સ્ટારને આપ્યા હતા 82 લાખ !

ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવાથી પહેલાં પોર્ન  સ્ટારને આપ્યા હતા 82 લાખ !
નવી દિલ્હી, તા. 13 : રાષ્ટ્રપતિ બનવાથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે એક પૂર્વ પોર્ન સ્ટારને પોતાના વકીલ દ્વારા 82 લાખ રૂપિયા અપાવ્યા હતા એવો ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે. જો કે, સંબંધિત વકીલે એ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ પોર્ન સ્ટારની એક મિત્રે માધ્યમોને જણાવ્યું હતું કે, કઇ રીતે સમગ્ર ઘટના બની હતી. ડેઇલી મેઇલમાં પ્રસિદ્ધ સમાચાર પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં પોતાના અંગત વકીલ દ્વારા એક પૂર્વ પોર્ન સ્ટારને લગભગ 82 લાખ રૂપિયા આપ્યા હતા. આ નાણાં એક્સ  પોર્ન સ્ટારને એટલા માટે અપાયા હતા કે જેથી તે જાતિય સંબંધો પર ચૂપ રહે.
પોર્ન સ્ટાર સ્ટીફન ક્લી ફોર્ડની પૂર્વ મિત્ર અલાના ઇવાન્સે આ મામલે વાત કરી હતી. અલાનાએ કહ્યું કે, તે સમયે ક્લી ફોર્ડે તેમને જણાવ્યું હતું કે, ટ્રમ્પે હોટલના રૂમમાં તેમનો પીછો કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer