બિપાશા પાસે હાલમાં કોઇ કામ નથી

બિપાશા પાસે હાલમાં કોઇ કામ નથી
લગ્ન કર્યા બાદ સંપૂર્ણપણે ફેંકાઇ ગઇ હોવાની ચર્ચા
મુંબઈ, તા. 13: અભિનેત્રી બિપાશા બસુ પાસે હાલમાં કોઇ પણ કામ નથી. તેની પાસે કોઇ નવી ફિલ્મની ઓફર આવી રહી નથી. સાથે સાથે તે નિષ્ફળ પૂરવાર થઇ હોવાનો દાવો તેમના નજીકના લોકો પણ કરી રહ્યા છે. ફિલ્મોમાં ફ્લોપ રહ્યા બાદ બિપાશાએ કહ્યંy છે કે તે રિયાલિટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખૂબસૂરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખૂબ સમર્થન મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણાસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલિટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી. મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડાલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા 38 વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, કરણાસિંહ ગ્રોવરની સાથે તે ટૂંક સમયમાં જ ફરી ફિલ્મોમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે. આગામી ફિલ્મ કોમેડી ફિલ્મ રહેશે. કરણાસિંહ ગ્રોવર સાથે કામ કરવાને લઇને પૂછવામાં આવતા બિપાશાએ કહ્યું હતું કે, જો સારી પટકથા મળશે તો ચોક્કસપણે સાથે કામ કરીશું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer