ઇન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પહેલી વખત મોટી સંખ્યામાં ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
નવી દિલ્હી, તા. 13: ઇન્ડિયન પ્રીમિયર તેના દરેક સંસ્કરણમાં ખેલાડીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. 2018માં યોજાનારા આઈપીએલ-11 માટે કુલ 1122 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દુનિયામાં સૌથી પ્રખ્યાત આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ ખેલાડી નોંઘાયા છે. બેંગલુરુમાં આગામી 27-28 તારીખે આ ખેલાડીઓની નિલામી થવાની છે અને રજિસ્ટ્રેશન કરાવનારા તમામ ખેલાડીઓની યાદી ફ્રેન્ચાઈઝી ટીમોને મોકલી દેવામાં આવી છે.
નિલામીમાં પહેલી વખત ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પણ જોવા મળશે. રૂટે પહેલી વખત ખેલાડીઓની નિલામીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામમાં 778 ભારતીય ક્રિકેટર અને 3 એસોસિયેટ દેશોના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. નિલામીની યાદીમાં ગૌતમ ગંભીર, સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન વગેરે પણ સામેલ છે. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝના ધુરંધર ક્રિસ ગેઈલ, બેન સ્ટોક્સ, ક્રિસ લીન, મિશેલ સ્ટાર્ક, ડવેન બ્રાવો, લસિથ મલિંગા, અજિંક્યા રહાણે, લોકેશ રાહુલ વગેરેનો પણ સમાવેશ થાય છે.
દેશ કુલ ખેલાડી
અફઘાનિસ્તાન 13
ઓસ્ટ્રેલિયા 58
બાંગલાદેશ 8
ઈંગ્લેન્ડ 26
આયર્લેન્ડ 2
ન્યૂઝિલેન્ડ 30
સ્કોટલેન્ડ 1
દક્ષિણ આફ્રિકા 57
શ્રીલંકા 39
અમેરિકા 2
વેસ્ટ ઇન્ડિઝ 39
ઝિમ્બાબ્વે 7
IPL: આ વખતે 1122 ખેલાડી હરાજી
