ટીંબાવાડીમાં વેવાણને માર અને 50 હજારના ચેઇનની લૂંટ

જૂનાગઢ, તા. 13: અહીંના ટીંબાવાડીમાં વેવાણને માર મારી રૂ. 50 હજારના સોનાના ચેઇનની લૂંટ ચલાવ્યાની જમાઇ, વેવાઇ અને વેવાણ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતી દલિત કંચનબેન બગડા બિમાર હોય તેથી બાજુમાં સાસરે રહેતી પુત્રી સંધ્યા ગઇકાલે તેની માતાની ખબર કાઢવા આવી હતી.
સાસરીયાને જાણ કર્યા વગર માતાની ખબર કાઢવા કેમ ગઇ ? તે મનદુ:ખમાં જમાઇ નિલેશ ચાવડા, વેવાઇ હિરાભાઇ અને વેવાણ રમાબેન કંચનબેનના ઘેર ધસી જઇ ગાળો આપી ઢોર માર મારી ગળામાં પહેરેલ રૂ. 50 હજારની કિંમતનો સોનાના ચેઇનની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ બનાવની પડોશીઓને જાણ થતા એકઠા થઇ ઘવાયેલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. પોલીસે જમાઇ, વેવાઇ અને વેવાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer