કુસ્તી સ્પર્ધામાંથી પરત ફરતા પાંચ પહેલવાનોનું અકસ્માતમાં મૃત્યુ

કુસ્તી સ્પર્ધામાંથી પરત ફરતા પાંચ પહેલવાનોનું અકસ્માતમાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 13 :  થોડા દિવસ અગાઉ અકસ્માતમાં 1974ના તેહરાન એશિયાઈ રમતોમાં બે કાંસ્ય પદક જીતનારા પહેલવાન સુખચેન સિંહનું અકસ્માતમાં મૃત્યુ થયાના અહેવાલ બાદ હવે આજે મહારાષ્ટ્રના સાંગલીમાં પહેલવાનોને અકસ્માત નડયો છે. સતારામાં યોજાયેલી કુસ્તી પ્રતિયોગિતામાંથી ભાગ લઈને પરત જઈ રહેલા પાંચ પહેલવાનોના સાંગલી પાસે કાર અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં મૃત્યુ થયા છે. આ ગોઝારી ઘટનાના સ્થળે પહોંચેલી પોલીસે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડયા હતા. આ અંગે મળતી વિગતો પ્રમાણે મૃતક પહેલવાન ક્રાંતિ કુસ્તી સંકુલ સંસ્થાન સાથે જોડાયેલા હતા. સંસ્થાનના સચિવ શરદ લાડે કહ્યું હતું કે, આ અકસ્માત તેમના માટે ખૂબ જ દુ:ખભર્યા અને આઘાતજનક છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer