જામનગરના બે કારખાના અને કાલાવડના કન્યા છાત્રાલયમાં ચોરી

જામનગર તા.13 : અહીં  જી.આઈ.ડી.સી.ફેસ-2માં આવેલ જયબન્ની ગોરિયા એન્જીનિયરીંગ નામના કારખાનાના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કોઈ તસ્કર રૂા.1 લાખ 20 હજારની કિંમતના પિતળના 400 કિલો સળિયાની ચોરી કરી ગયા હતાં.
આ ઉપરાંત તેમની બાજુમાં આવેલા નિકુંજભાઈ કમલેશભાઈ સોજીત્રાના કારખાનામાંથી રૂા.9 હજારની કિંમતના પિતળ ભંગારની ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગે સંદીપ ઉર્ફે શ્રવણભાઈ શાહે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. જે.બી. ખાંભલાએ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં જોડિયા ભુંગા વિસ્તારમાં રહેતા ગુલાબ અકબરભાઈ બુચડે પોતાના મકાન પાસે રાખેલા રૂા.30 હજારની કિંમતના મોટર સાઈકલની કોઈ તસ્કર ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ કરી છે.
કાલાવડમાં હિરપરા કન્યા છાત્રાલયના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી ઓફીસમાં રહેલા કબાટમાંથી કોઈ તસ્કરો રૂા.18000ની ચોરી કરી ગયાની ફરિયાદ જમનદાસ પોપટભાઈ તારપરાએ નોંધાવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer