સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ સામે ના.મામલતદારની ફરિયાદ

વઢવાણ, તા.13: નાયબ મામલતદાર મુકેશ ભોગીલાલ ત્રિવેદીએ સુરેન્દ્રનગર ‘બી’ ડિવિઝનમાં ‘પાસ’ના કન્વિનર હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. 5/11/17ના 80 ફૂટ રોડ પર પાસના કન્વિનર હાર્દિક ભરતભાઇ પટેલની જાહેરસભા હતી ત્યારે તેમણે ભાષણમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સભા મંજૂરીની શરત ભંગ થતાં અમીત મહેશભાઇ પટેલ અને હાર્દિક ભરતભાઇ પટેલ સામે પોલીસ ફરિયાદ થઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer