શેરિયાજમાં આગ: માછીમારોના ઝૂંપડા અને સામાન ખાક

માંગરોળ, તા. 13: નજીકના શેરીયાજ બારાના દરિયાકાંઠે ગઇરાત્રે એક ઝૂંપડા તથા  માંડવામાં આગ લાગતા ફાશિંગ નેટ, માછીમારીને લગતો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.
શેરિયાજ બારા ગામે દરિયાની નજીક માછીમારોની જાળ, વાઘડા તેમજ અન્ય માલસામાન રાખવા માંડવા આવેલા છે. આજુબાજુમાં ઝૂંપડા છે. રાત્રીના ઝૂંપડા તથા માંડવામાં આગ લાગતા લોકો જાગી ગયા હતા. લોકાએઁ એકઠા થઈ  દરિયાના ખારા પાણીથી આગ બુઝાવવા પ્રયાસો કર્યાં હતા. ત્યારબાદ ન.પા.નું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગમાં માછીમારીનો સામાન બળી જતા ત્રણ ઈસમોને લાખોનું નુકસાન થયું હોવાની કહેવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer