જામનગરમાં સામાન્ય બાબતમાં પરિવાર ઉપર હુમલો: પિતા-પુત્રના ખૂનની કોશિષ

જામનગર તા.13 : ગુલાબનગર પાસે પ્રભાતનગર વિસ્તારમાં કાર ઉભી રાખવાના પ્રશ્ને એક પરિવાર ઉપર મહિલા સહિત ત્રણ વ્યકિતઓએ તલવાર-ધોકાવડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
પ્રભાતનગરમાં રહેતા વલ્લભભાઈ રાઘવભાઈ પરમાર (ઉ.54) ગઈરાત્રે કાર પાર્ક કરવા જતા હતા ત્યારે સામેથી ટ્રક આવતા તેમણે કાર ઉભી રાખી હતી.દરમિયાન પ્રભાતનગરમાં જ રહેતો કરિમ મિયાંણ અને તેની પત્ની મોટર સાઈકલ ઉપર આવ્યાં હતાં અને હોર્ન વગાડવા છતાં કાર કેમ સાઈડમાં લીધી નહી તેમ કહી આપી ઝાપટો   મારી હતી.
વલ્લભભાઈએ ઘેર જઈને પોતાના પત્ની પુત્રોને વાત કરતાં વલ્લભભાઈ, તેની પત્ની લીલાબેન, પુત્રો રાજેન્દ્ર તથા કિશન સ્થળ ઉપર સમજાવવા જતા કરીમ મિંયાણા અને રહીમ મિયાંણાએ  ચારેય ઉપર તલવાર-ધોકાવડે હુમલો કરતા વલ્લભભાઈ તથા તેમના પુત્ર રાજેન્દ્રને માથામાં ગંભીર ઈજા પહોચી હતી.જયારે કિશનને હાથમાં અને લીલાબેનને મુંઢ ઈજા પહોંચી હતી.
આ હુમલા અંગે વલ્લભભાઈ પરમારે કરીમ, તેની પત્ની તથા રહીમ મિંયાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર કે.આર.સકસેનાએ ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer