અમદાવાદમાં રાતે અસામાજિક તત્ત્વોનો આતંક : 11 બાઇકને આગ ચાંપી

અમદાવાદ, તા.13 : અમદાવાદના સરદારનગર વિસ્તારમાં શુક્રવારે રાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને એક પછી એક 11 બાઇકને આગ ચાંપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરદારનગર વિસ્તારમાં આવેલ જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં આંબાવાડી સોસાયટી આવેલી છે. સોસાયટીના રહીશોને પાર્કિગનો પ્રોબ્લેમ હોવાથી તે જાહેર રોડ પર પોતાના વાહનો પાર્ક કરે છે. મોડી રાતે દોઢ વાગ્યાના સુમારે કેટલાંક અસામાજિક તત્વો પોતાના વાહન લઇને આવ્યા હતા અને જાહેર રોડ પર પડેલા બાઇકને આગ લગાવીને ફરાર થઇ ગયા હતા. બાઇકમાં આગ લાગતા રહીશો જાગી ગયા હતા અને બૂમાબૂમ કરતા જાહેર રોડ પર આવી ગયા હતા. સ્થાનિક  રહીશે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer