અમરેલીમાં મંદિરમાં ચોરી કરવા ઘૂસેલો શખસ ઝડપાયો

મેડિકલ સ્ટોરમાંથી હાથફેરો

અમરેલી, તા.13 : અમરેલીમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે તસ્કરો-ગઠિયા અને લૂંટારૂઓ બેફામ બન્યા છે. આંગડિયા પેઢીના કર્મચારી ઉપર હુમલો કરી થેલાની લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. ત્યારે અમરેલીના વેરાઈપરા વિસ્તારમાં આવેલા હીંગળાજ માતાજીના મંદિરમાં ગતરાત્રીના નશો કરેલી હાલમાં ચોરી કરવા ઘૂસેલા ફારુક ઉર્ફે બકરી મહમદ મજીઠીયા નામના શખસને રહેવાસીઓએ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો.
તેમજ ટાવર રોડ પાસેના ઈન્દિરા શોપીંગ સેન્ટર સામે આવેલા જનતા મેડિકલ સ્ટોરમાં તસ્કરો ખાબકયા હતા અને રૂ.3પ હજારની રોકડ મતાનો હાથફેરો કરી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer