મકરસંક્રાંતિએ ગૌસેવા માટે દાનની અપીલ

મકરસંક્રાંતિએ ગૌસેવા માટે દાનની અપીલ

રાજકોટ: મકરસંક્રાંતિના પુણ્ય અવસરે અબોલ જીવોને દાન કરવાનું મહાત્મ્ય છે.  ત્યારે શહેરની વિવિધ ગૌશાળા, સામાજિક સેવાકિય પ્રવૃતિ કરતી સંસ્થાઓએ અનુદાનની અપિલ કરી છે. સાથે પક્ષી ઘવાય તો સારવાર માટે સંપર્ક કરવા પણ અપીલ થઇ છે.
મહાજન પાંજરાપોળ: મહાજન પાંજરાપોળમાં નિરાધાર, અપંગ જીવોની સારવાર થાય છે. દૈનિક સારવાર ઘાસનો ખર્ચ રૂ.1.30 લાખ થાય છે. શ્રીદાન આપવા અનુરોધ થયો છે.
સ્વામિનારાયણ ગુરુકુળ: સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળામાં ગૌપૂજન અને ગૌદાનની વ્યવસ્થા કરાઇ છે.
કિશાન ગૌશાળા: અંધ, અપંગ, બિમાર, નિરાધાર, બિનવારસી 1460 ગૌમાતાનું પાલન થાય છે. સહાયની અપિલ કરાઇ છે. સહાય સ્વીકારાય છે.
બોલબાલા: વિવિધ વિસ્તારમાં છાવણી રચી ગૌસેવાર્થે દાન સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ છે. જીતેશભાઇ ઉપાધ્યાયનું માર્ગદર્શન છે.
શ્રીજી ગૌશાળા: જામનગર હાઇવે પર ન્યારા ખાતે 20 વર્ષથી નિ:શુલ્ક ગૌચિકિત્સા તથા 1800 ગૌમાતાનું પાલન થઇ રહ્યું છે. તેમજ ‘ગાય’થી પ્રાપ્ત પંચગવ્યો એને એક ઔષધીય ત્રોત તરીકે છે. ગોબર ગૌમુત્ર સહિતના પંચગવ્યોમાંથી 40થી વધુ પ્રકારની ઔષધીઓથી 140થી વધુ રોગોમાં નિયંત્રણ પ્રાપ્ત કરાયું છે. તેમજ રાત્રીકાલીન ચિકિત્સાલયો દ્વારા 7 લાખથી વધુ રોગીઓને નિ:શુલ્ક દવાઓ અપાઇ છે. સંક્રાંતિના દિવસે દાન પુણ્ય માટે સંસ્થા દ્વારા વ્યવસ્થા  ગોઠવાઇ છે.
યુવા સેના ટ્રસ્ટ : અનુરોધ કરાયો છે. વિવિધ વિસ્તારમાં છાવણી થકી સહયોગ પ્રાપ્ત કરાશે. 99133 10100 નંબર ઉપર ફોન કરવાથી કાર્યકર્તા રૂબરૂ પણ સહાય સ્વીકારવામાં આવશે.
ઘાયલ પશુ-પક્ષી માટે સંપર્ક કરો
ટોલ ફ્રી નં.1962, 98984 99954, 98980 19059, (0281)-2581510, (0281)-2457019, 2458976, 93741 00075, (0281)-2461025, 94262 50902, 94268 16100, 84600 13913, 98250 28575, 77790 99999, 98252 11391, 99099 76062, 81284 08408, 81600 98062, 84014 49449, 99796 46796, 72268 23344, 74055 22454, 99796 04817નો સંપર્ક કરવો.
સેવાકર્મીનો જીવદયા યજ્ઞ
સેવાકર્મી કિશોરભાઇ કોરડિયા દ્વારા મકર સંક્રાંતિ પર્વે સવારે 7 થી સાંજના 7 સુધી અનુમોદના સાથે ધારેલી રકમ રૂ. ત્રણ લાખ 12 કલાકમાં ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી પાંજરા પોળ માટે ટહેલ નાખશે.
મા ગૌરી ગૌશાળામાં 1500 અબોલ જીવોનું જતન અનુદાન આપવા અપીલ
રાજકોટ: માં ગૌરી ગૌશાળા પાંજરાપોળ ઢેબર રોડ, રેલવે ફાટક પાસે તથા કાળીપાટ (ત્રંબા) પાસે આવેલ છે. સંસ્થામાં 1500 અબોલ જીવોનું જતન થઈ રહ્યું છે. રોજ 1500 મહા ઘાસચારાની જરૂરિયાત રહે છે. દરરોજના 40 કિલો લોટના રોટલા શ્વાનને તથા 40 કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે. દરરોજ અંદાજે એકાદ લાખનો ખર્ચ થઈ રહ્યો છે.ગૌશાળાને ચલાવવા બીજી કોઈ આવક નથી. સમાજના સેવાભાઈ દાતાઓ પર નિર્ભર છે. ત્યારે મકરસંક્રાંતિ પર અનુદાન આપવા સંસ્થાએ અપીલ, ગૌપ્રેમી-સેવાકર્મી કાળુભાઈ માંડવિયાએ કરી છે. સંસ્થાની ઓફિસ મા ગૌરી ગૌશાળા ઢેબર રોડ, ઢેબર કોલોની સામે રેલવે ફાટક પાસે કાર્યરત છે. ટ્રસ્ટની ગૌશાળાને અપાતુ દાન 80 જી હેઠળ કરમુકત છે. વિશેષ માહિતી માટે કાળુભાઈ માંડવીયા (98791 62423), લલિતભાઈ શાહી (94262 01260), ઘનશ્યામભાઈ ઠાકર (98791 25725) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer