પોલીસ ડરી ગઇ!

પોલીસ ડરી ગઇ!

પોલીસ કમિશનર કચેરીમાં આત્મવિલોપનના પ્રયાસ અવારનવાર બનતી ઘટનાઓના કારણે પોતાના પર માછલા ન ધોવાય તે માટે અને સુરક્ષાના આશયથી પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ વખતે નામની નોંધણી શરૂ કરવામાં આવી છે.પોલીસનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું છે. તેમાં ચૂક થાય અને પોલીસ મથકના અધિકારીઓ સરખો જવાબ ન આપે ત્યારે જ લોકો પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવે છે. હવે રજૂઆત કરવા કે અરજીઓ આપવા આવતા લોકોના નામની નોંધણી કરવાનું શરૂ કરાય છે. પોલીસ જ ડરી ગઇ હોય તેવી ચર્ચા લોકોમાં થવા લાગી છે. કમિશનર અને કલેકટર કચેરીમાં અનધિકૃત લોકોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ પણ અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તેનો કોઇ અમલ થતો નથી એ એક વાસ્તવિકતા છે.(નિશુ કાચા)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer