જેતપુર પાસેથી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના બે શખસ ઝડપાયા

જેતપુર, તા.1ર : જેતપુર જૂનાગઢ હાઈવે પરથી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન જૂનાગઢ  તરફથી આવતી ઈકો કારને ઝડપી લઈ તલાશી લેતા તેમાંથી રૂ.9પ હજારની કિંમતની 1પ9 બોટલ દારુ મળી આવતા પોલીસે દારુ-મોબાઈલ અને કાર સહિત રૂ. ર.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં રહેલા રાજકોટના કાલાવડ રોડ પર રહેતા ભરવાડ સુનિલ વશરામ ચાવડિયા અને કુંભાર રવિ વિનોદ કામળિયાને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજકોટના કોઠારિયામાં રહેતા ગોવિંદ મુકેશ ઝીંઝુવાડિયા અને રાજકોટના મોટામવા પાસે રહેતા હિરેન જગદીશ સાપરાએ મંગાવ્યાનું ખુલતા બન્ને શખસોની શોધખોળ શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer