રાજુલામાં નિવૃત્ત શિક્ષિકાને ગઠિયા ભેટી ગયા : રૂ.1 લાખના દાગીના લઈ ફરાર

રાજુલા, તા.1ર : રાજુલામાં સમયાંતરે તસ્કરો-ગઠિયાઓ કળા કરી જતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે. ત્યારે રાજુલામાં રહેતા અને નિવૃત્ત શિક્ષિકા ગાયત્રી શક્તિ પીઠ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા શખસો આવ્યા હતા અને નિવૃત્ત શિક્ષિકાને ઉભા રાખી તમારી સોનાની બંગડી સાડીમાં બાંધી દયો ગામમા લૂંટારૂઓ ફરતા હોય છે તેમ કહી લાવો તમારી સોનાની બંગડી સાડીના છેડે બાંધી આપીએ તેમ કહી રૂ.1 લાખની કિંમતની સોનાની બંગડીઓ હાથમાંથી કઢાવી હતી અને સાડીમાં બાંધી દઈ ચાલ્યા ગયા હતા. બાદમાં નિવૃત્ત શિક્ષિકાએ સાડીના છેડે બાંધેલી બંગડીઓ કાઢતા બંગડીઓ ખોટી હોવાનું અને ગઠિયા કળા કરી ગયાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગઠિયાઓના વર્ણનના આધારે શોધખોળ શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer