ચાંપરડાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢ, તા. 12: વિસાવદરના ચાંપરડામાં રહેતા એક દલિત પરિવારની સગીરાને તે જ ગામનો ગિરીશ બાઘા પટેલ (ઉ. 35) નામનો પરિણીત શખસ બદઇરાદે પોતાની બાઇક ઉપર અપહરણ કરી વાડીએ લઇ ગયો હતો. ત્યાં સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.
આ બનાવની સવારે સગીરાએ પરિવારને જાણ કરતા ગામમાં ચકચાર પ્રસરી ગઇ હતી. આ અંગે વિસાવદર પોલીસમાં ગિરીશ પટેલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કાર, પોસ્કો, એટ્રોસીટી સહિતના ગુના નોંધી વધુ તપાસ ડીવાય.એસ.પી. એમ. એસ. રાણાએ હાથ ધરી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer