ઉનામાં ખનિજચોરી ઝડપાઈ: 14 લાખનો મુદામાલ જપ્ત

ઉનામાં ખનિજચોરી ઝડપાઈ: 14 લાખનો મુદામાલ જપ્ત
ઉના તા.12: ઉનામાં ખનિજચોરી અંગે દરોડો પાડવામાં આવ્યો છે.  પ્રાંતધિકારી એમ.કે.પ્રજાપતિ અને ટીમ દ્વારા રાવલ નદીમાંથી દરિયાઈ રેતીની ચોરી કરતાં 4 ટ્રેક્ટર મુદ્દામાલ સાથે 14 લાખથી વધુ નો સામાન કબ્જામાં લેવાયો છે . પકડાયેલ ટ્રેક્ટર માલિક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.  હજુ બે દિવસ પહેલા જ ભુસ્તરશાસ્ત્રી ઉનીયલ અને તેની ટીમ દ્વારા એક જેસીબી, 3 ટ્રેક્ટર સાથે મળી રૂ. 50 લાખ નો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો.  ત્યારે ભુમાફિયાઓ મશીનરીના બદલે મજુર દ્વારા ભરાતા રેતીના ટ્રેક્ટરો ભરાવી રહેલા હોય અને એ જ સમયે પકડી પાડયા હતા. ઉનામાં આવેલ રાવલ અને મચ્છુન્દ્રી નદીમાંથી  બેફામ રેતીની મોટા પાયે ચોરી થાય છે. જ અંગે તંત્રને પણ ખ્યાલ છે. તંત્રની રહેમનજર હેઠળ આટલે મોટાપાયે ખનિજચોરી થતી હોય તો હજુ કડક વલણ રાખીને દરિયાઈ રેતી અને નદીની રેતી ચોરી અટકાવવા પગલાં લેવા માગણી થઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer