સીસીટીવી ફુટેજના આધારે પોલીસની સઘન તપાસ : એક શખસ રકમ ઉઠાવી જતા દેખાયો
જામનગર, તા.12 : જૂની અનુપમ ટોકિઝ સામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આજે મહિલા કેશિયરની નજર ચૂકવી તેમની ચેમ્બરમાંથી અજાણ્યો શખસ રૂા.6.20 લાખની રોકડ રકમની ચોરી કરી ગયાનું જાહેર થયું છે.
આજે સવારે 11-30 વાગે બેંકના કોઈ ગ્રાહક રૂા.6.20 લાખની રકમ ભરણામાં ભરી ગયાં હતાં. બેંકના કેશિયર ભારતીબેન ધનજીભાઈ કણઝારિયાએ આ રકમના બંડલ તેમની બાજુ રહેલ પ્લાસ્ટિકની ટ્રોલી બકેટમાં રાખી હતી. થોડીવાર બાદ તેઓ આ રકમ લેવા જતા રકમ ગુમ થયેલી જણાઈ હતી.
પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ જોતા કોઈ તસ્કર કેશિયરની ચેમ્બરનો દરવાજો ખોલી રકમ લઈ જતા નજરે પડયો હતો. પોલીસે તેના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન કેશિયર ભારતીબેન કણઝારિયાએ અજાણ્યા શખસો સામે રૂા.6.20 લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મહિલા કેશિયરની નજર ચૂકવી રૂા.6.20 લાખની ઉઠાંતરી
