ભાણવડમાં તસ્કરોનો તરખાટ: એક ડઝન દુકાનના તાળા તૂટયા: શહેર બંધ

ભાણવડમાં તસ્કરોનો તરખાટ: એક ડઝન દુકાનના તાળા તૂટયા: શહેર બંધ
ભાણવડ, તા.12: ભાણવડમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ ગત રાત્રે વેરાડ ગેઈટ જેવા ધમધમતા વિસ્તારમાં તસ્કરોએ એક ડઝન જેટલી દુકાનના તાળા તોડી ચોરી કરી હતી. જો કે તસ્કરોના હાથમાં રૂ. દસ હજાર જેટલી પરચુરણ રકમ જ આવી હતી. ચોરીના બનાવથી વેપારીઓમાં ભય ફેલાયો છે. બનાવના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ, શહેર કોંગ્રેસ અને ભાજપ દ્વારા શહેર બંધનું એલાન અપાયું હતું. સ્થાનિક પોલીસ તંત્રને રજૂઆત કરી તસ્કરોને ઝબ્બે કરી પગલાં લેવા માગણી કરવામાં આવી હતી.
ભાણવડના હાર્દસમાન વેરાડ ગેઈટ જેવા વિસ્તારમાં આવેલ માધવ પ્લાઝા શોપીંગ સેન્ટરની પાંચથી છ દુકાન અને સ્ટેશન રોડ પર સાતેક દુકાનના તાળા તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી તોડયા હતા. શટર ઉંચકાવી અંદર પ્રવેશી તસ્કરોએ ગલ્લા ફંફોસ્યા હતા. જો કે કોઈ મોટો દલ્લો હાથ લાગ્યો નહોતો. તમામ દુકાનમાંથી રૂ. દસેક હજારની રકમની ચોરી થઈ હતી.વારે વેપારીઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે શટર ઉંચકાયેલા જોઈ ચિંતિત બન્યા હતા. હરિઓમ મેડિકલ સ્ટોર, રોયલ સીલેકશન, પતંજલિ આરોગ્ય કેન્દ્ર, માધવ કલીનીક, ભગીરથ કેટરર્સ, બજરંગ કોમ્પ્યુટર સહિતની દુકાનમાં પહોંચી પોલીસે નિરીક્ષણ કર્યુ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer