વિદ્યા બાલન ભજવશે ઇન્દિરા ગાંધીની ભૂમિકા

વિદ્યા બાલન ભજવશે ઇન્દિરા ગાંધીની ભૂમિકા
‘ધી ડર્ટી પિક્ચર’માં દક્ષિણની સેક્સી અભિનેત્રી સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવનારી પ્રતિભાશાળી વિદ્યા બાલનની રૂપેરી પરદા પર ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવાની ઇચ્છા શક્ય બનશે એવું લાગે છે કેમ કે વિદ્યાએ જર્નાલિસ્ટ-લેખિકા સાગરિકા બોઝે લખેલી ઇન્દિરા ગાંધીની આત્મકથા ‘ઇન્દિરા-ઇન્ડિયા’સ મોસ્ટ પાવરફૂલ પ્રાઇમ મિનિસ્ટર’ના હક્કો ખરીદી લીધા છે. વિદ્યા આ પુસ્તક પરથી ટૂંક સમયમાં ફિલ્મ બનાવવાની હોઈ ગત બુધવારે સાગરિકા બોઝે પણ ટ્વીટર પર તેમની આ ડીલની જાણકારી આપી હતી. જોકે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવી કે વેબ-સિરીઝ એ વિદ્યાએ હજી સુધી નક્કી નથી કર્યું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer