મેં નવું ઘર ખરીદવા બધી બચત ખર્ચી નાખી છે : વરુણ

મેં નવું ઘર ખરીદવા બધી બચત ખર્ચી નાખી છે : વરુણ
અભિનેતા વરુણ ધવને આટલી યુવાન વયમાં ‘ઘરનું ઘર’ વસાવી લીધું હોવાથી તે ખૂબ જ ખુશ છે અને તાજેતરમાં જ તે પોતાના આ નવા ઘરમાં રહેવા ગયો છે. બોક્સ અૉફિસની વાત કરીએ તો 2017માં વરુણે ફક્ત બે જ હીટ ફિલ્મો (બદરીનાથ કી દુલ્હનિયા અને જુડવા-2) આપી હતી. જોકે પોતાના પિતાના ઘરનાં જ એક માળ નીચે નવું એપાર્ટમેન્ટ ખરીદનારા વરુણ ધવને આ નવું આલીશાન ઘર ખરીદવામાં પોતાની તમામ બચત ખર્ચી નાખી હોવા છતાં તેને એ વાતનો સંતોષ છે કે તે પોતાનાં માતાપિતાની તદ્દન નજીક જ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer