અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નના રિસેપ્શનમાં અનુષ્કાએ પહેરેલી બનારસી સાડી હાલ ખૂબ ચર્ચામાં છે. માનવામાં એમ આવે છે કે અનુષ્કા દ્વારા બનારસી સાડી પહેર્યા પછી તેની ડિમાન્ડ વધી છે, પરંતુ વેપારીઓનું કહેવું કંઈક અલગ છે. તેઓનું કહેવું છે કે આ વેળા દિવાળી પહેલાં જ બનારસી સાડી અને લહંગે ચલનમાં હતા. જેને જોતા અનુષ્કાને ફૅશન ડિઝાઈનરે તેમને બનારસી સાડી પહેરવાનું સૂચન કર્યું હતું. વાસ્તવમાં પહેલાં હાથથી વણાતી બનારસી સાડીઓ હવે નવી ટેક્નિકથી મશીનોમાં પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેને લઈ તેની કિંમત ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત મલ્ટિ ફૅબ્રિક્સનો યૂજ કરવા, નવી ટેક્નિકની ડાયનો ઉપયોગ કરવાથી બહેતર કલર શાઈનિંગના વિકલ્પ ઉપલબ્ધ હોવા અને સાડીની થિકનેસ ઓછી હોવા જેવા ફૅક્ટર્સના પગલે પણ બનારસી સાડીઓની ડિમાન્ડમાં ઉછાળ આવ્યો છે.
બનારસી સાડીની માગ ખરેખર છે?
