ચલ મન જીતવા જઇએ: સચ્ચાઇનો સંદેશ આપતી પારિવારિક ગુજરાતી ફિલ્મ

ચલ મન જીતવા જઇએ: સચ્ચાઇનો સંદેશ આપતી પારિવારિક ગુજરાતી ફિલ્મ
ઢોલિવૂડમાં આજકાલ અર્બન ફિલ્મોનો વાયરો ફૂંકાઇ રહ્યો છે. જેમાંની મોટાભાગની ફિલ્મ ચીલાચાલુ પ્રેમકથા કે સસ્પેન્સ થ્રીલર કે પારિવારિક મસાલા ટાઇપની હોય છે. હિન્દી ફિલ્મોની નકલ જેવી આ સ્ટોરિયો ટાઇપ્ડ ગુજરાતી ફિલ્મો સુધી દર્શકો આકર્ષિત થતાં ન હોય તેવું સતત જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે હાલ એક ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઇએ’ નવો ચીલો ચાતરી રહી છે. મુંબઇમાં આ ફિલ્મ ડિસેમ્બરના આખરી સપ્તાહમાં રીલિઝ થઇ હતી. મુંબઈ અને સુરત ટેરેટરીમાં ચલ મન જીતવા જઇને અભૂતપૂર્વ સફળતા મળી છે અને હવે સૌરાષ્ટ્રમાં પણ દર્શકોની વાહવાહ લૂંટી રહી છે.
આ ફિલ્મના લેખક-દિગ્દર્શક અને નિર્માતા દીપેશ શાહ અને એકઝી. ડાયરેકટર પરેશ ખત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી ફિલ્મ ચલ મન જીતવા જઇએ એક જુદા પ્રકારની મેસેજ આપતી પારિવારિક ફિલ્મ છે. જેમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે કે જિંદગીની તડકા-છાયામાં કયારે પણ મુશ્કેલી આવે છે અને તેમાંથી બહાર આવવા માટે બે રસ્તા હોય છે કે એક રસ્તો ચીટીંગ કરીને બહાર નીકળવાની અને બીજો રસ્તો સચ્ચાઇનો માર્ગ પકડીને આગળ વધવાનો. અમારી ફિલ્મમાં નવી પેઢી સચ્ચાઇ સાથે કેવી રીતે આગળ વધે છે તે દર્શાવવામાં આવ્યું છે. બે કલાકની આ ફિલ્મમાં એક જ ટાઇટલ ગીત છે. દિગ્ગજ ગુજરાતી કલાકારો સરિતા જોશી અને જેડી- જમનાદાસ મજેઠિયા આ ફિલ્મને વખાણી ચૂકયા છે. ખીચડી સિરીયલમાં ચમકનાર રાજીવ મહેતા, ક્રિષ્ના ભારદ્વાજ (તેનાલીરામ), ધર્મેન્દ્ર ગોહિલ સહિતના કલાકારો ચલ મન જીતવા જઇએમાં છે. ડાયરેકટર દીપેશ શાહે કહ્યંy છે કે અમે આ ફિલ્મની સફળતાને આગળ વધારીને તેની સિકવલ પણ બનાવશું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer