ચીન શક્તિશાળી હોય તો ભારત પણ નબળું નથી : સેના પ્રમુખ

ચીન શક્તિશાળી હોય તો ભારત પણ નબળું નથી : સેના પ્રમુખ
રાવતના કહેવા પ્રમાણે ચીન સામેની તમામ પરિસ્થિતિનો સામનો કરવામાં સેના સક્ષમ
નવી દિલ્હી, તા. 12 : સરહદ ઉપર ચીન દ્વારા સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે. આ સમયે સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું છે કે, ચીન શક્તિશાળી દેશ હોય તો ભારત પણ નબળો દેશ નથી. સરહદ ઉપર તેઓ ચીનના દબાણનો સામનો કરી રહ્યા છે અને ચીનના પગપેસારામાં વૃધ્ધિ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં બિપિન રાવતે કહ્યું હતું કે, ચીન સામેની કોઈપણ પરિસ્થિતીનો સામનો કરવા માટે સૈનિકો તૈયાર છે અને જરૂરના સમયે સેનાનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ચીન મામલે વધારે વાત કરતા જનરલ બિપિન રાવતે ઉમેર્યું હતું કે, તેઓ ચીનના જીદ્દીપણાને પડકારવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ ઉપરાંત કોઈપણ પાડોસી દેશ ચીન તરફ ઢળે નહી તે બાબતનું પણ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. આ સાથે બિપિન રાવતે કહ્યું હતું કે, ભારત કોઈને પણ પોતાની સરહદમાં ઘુસવાની અનુમતી નથી આપતું.આ ઉપરાંત પાકિસ્તાનને અમેરિકાએ આપેલી ચેતવણી વિશે વાત કરતા બિપિન રાવતે ઉમેર્યું હતું કે, અમેરિકા દ્વારા અપાયેલી ચેતવણી બાદ હવે પાકિસ્તાન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહી તે અંગેની રાહ જોવી વધારે હિતાવહ છે. બિપિત રાવતના મતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ ઉપયોગ કરીને ફેંકી દેવાની વસ્તુ છે અને આવા આતંકવાદીઓને પીડાનું ભાન કરવાવવું એ ભારતીય સેનાનું કામ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer