એક હારથી આત્મવિશ્વાસ ડગી જતો નથી: બુમરાહ

એક હારથી આત્મવિશ્વાસ ડગી જતો નથી: બુમરાહ
સેન્ચૂરિયન, તા.12:  દક્ષિણ આફ્રિકાના પ્રવાસની આટલી ખરાબ શરૂઆત થશે તેવું ટીમ ઇન્ડિયાએ ધાર્યું ન હતું, આમ છતાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું માનવું છે કે જો એક અસફળતાથી ટીમનો આત્મવિશ્વાસ ડગી જાય તો તે ટીમ ટેસ્ટ ક્રિકેટ રમવાને હકદાર નથી. પહેલા ટેસ્ટમાં ભારત તરફથી 4 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહનો એ પહેલો જ ટેસ્ટ હતો.
બીજા ટેસ્ટ અગાઉ બુમરાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક મેચથી આત્મવિશ્વાસ ડગી જતો નથી. જો આવું થાય તો તમે ટેસ્ટ રમવાને હકદાર નથી. પહેલો મેચ સારો હતો, મને ઘણું શિખવાનું મળ્યું. આ પહેલા હું કયારે પણ આફ્રિકામાં રમ્યો ન હતો. હવે સમય છે કે આગળ વધો અને બીજા ટેસ્ટ પર ધ્યાન આપો. બુમરાહે એમ પણ કહયું કે ડિ’વિલિયર્સના રૂપમાં પહેલી વિકેટ લેવી હંમેશા યાદ રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer