ઓસ્ટ્રેલિયામાં સચિનના પુત્ર અર્જુનનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન

ઓસ્ટ્રેલિયામાં સચિનના પુત્ર અર્જુનનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન
મુંબઇ, તા.12: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને પણ હવે મેદાન ગજવવાનું શરૂ કરી દીધું છે. ડાબાડો ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને સહુનું ધ્યાન ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા સ્પિરિટ ઓફ ક્રિકેટ ગ્લોબલ ચેલેન્જ કપના એક મેચમાં અર્જુન તેંડુલકરે  બોલ અને બેટથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા તરફથી રમતા અર્જુને હોંગકોંગ ક્રિકેટ કલબ સામેના ટી-20 મેચમાં 27 દડામાં 48 રનની આક્રમક ઇનિંગ રમી હતી અને 4 ઓવરમાં ચાર વિકેટ પણ ઝડપી હતી. અર્જુન તેંડુલકરે એમ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડનો બેન સ્ટોકસ અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક તેના આદર્શ ક્રિકેટર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer