કાર્પેટ એરિયા મુજબ માપણી પૂર્વે શહેરમાં ઘરના ઘર 2,89,900, કોમર્શિયલ મિલકતો 97,242, કારખાના 8688 હતાં

કાર્પેટ એરિયા મુજબ માપણી પૂર્વે શહેરમાં ઘરના ઘર 2,89,900, કોમર્શિયલ મિલકતો 97,242, કારખાના 8688 હતાં
શહેરમાં 4,48,920 મિલકતો !
મનપાને નવી 53090 મિલકતો મળી : જૂના રાજકોટના વોર્ડ નં.7માં સૌથી વધુ 47,089 મિલકત

રાજકોટ,તા.13 : આગામી તા.1 એપ્રિલ 2018થી મહાપાલિકા તંત્ર કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરાની આકરણી કરવા જઈ રહ્યું છે ત્યારે શહેરના 18 વોર્ડમાં મિલકતોનો આંકડો 4.48 લાખ આસપાસ પહોચી ગયો છે. મનપાના ચોપડે અગાઉ 3,95,830 મિલકતો નોંધાયેલી હતી પરંતુ કાર્પેટ એરિયા બેઈઝ મિલકત માપણી કરતાં હવે 53090 મિલકતો નવી મળી આવી છે. હાલના તબક્કે જૂના રાજકોટમાં વોર્ડ નં.7માં સૌથી વધુ 47,089 અને સૌથી ઓછી વોર્ડ નં.15માં 16,010 મિલકતો નોંધાઈ છે.
આ ઉપરાંત અન્ય વોર્ડ તરફ દ્રષ્ટિપાત કરીએ તો વોર્ડ નં.1માં 24,520, વોર્ડ નં.2માં 22,760, વોર્ડ નં.3માં 26,200, વોર્ડ નં.4માં 24,185, વોર્ડ નં.5માં 17,445, વોર્ડ નં.6માં 16,719, વોર્ડ નં. 7માં 47,089, વોર્ડ નં.8માં 24,504, વોર્ડ નં.9માં 20,737, વોર્ડ નં.10માં 29,775, વોર્ડ નં.11માં 31,621, વોર્ડ નં.12માં 30,005, વોર્ડ નં.13માં 24,317, વોર્ડ નં.14માં 23,963, વોર્ડ નં.15માં 16,010, વોર્ડ નં.16માં 16,054, વોર્ડ નં.17માં 19,124, વોર્ડ નં.18માં 33,892 મળી કુલ 4,48,920 મિલકતોની નોંધણી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્પેટ એરિયા બેઈઝ માપણી પૂર્વે સૈરાષ્ટ્રના પાટનગર અને ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં સ્થાન પામેલા રાજકોટમાં ઘરના ઘર 2,89,900 કોમર્શિયલ મિલકતો 97,242 અને કારખાના 8688 મળી કુલ 3,95,830 મિલકતો નોંધાઈ હતી જે પૈકી 2.09 લાખ મિલકતોનો વેરો ભરપાઈ થઈ ચૂક્યો છે જ્યારે 1.86 લાખ મિલકતોનો વેરો બાકી છે.
કાર્પેટ એરિયા મુજબ મિલકત આકરણી કરવા એજન્સીઓના સર્વેમાં તમામ 18 વોર્ડમાં વધારાની 53090 મિલકતો મળી આવતા હવે કુલ મિલકતોની સંખ્યા 4,48,920 થઈ છે ત્યારે મનપાને પ્રોપટી ટેક્સ પેટે આવકમાં અચૂક વૃદ્ધિ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ગત વર્ષે મનપાના ચોપડે નોંધાયેલી મિલકતોની સંખ્યા 3.87 લાખ હતી.
ટેક્સ બ્રાન્ચનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં 90 કરોડનું છેટું !
મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચે વર્ષ 2017-18 માટે વેરા આવકનો લક્ષ્યાંક 250 કરોડનો રાખ્યો હતો જેમાં ગઈકાલ સુધીમાં મનપાની તિજોરીમાં કુલ 2,09,325 મિલકતધારકોએ રૂા.160.09 કરોડ જમા કરાવ્યાં છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ નાણાકિય વર્ષ માર્ચ માસના અંતે પૂર્ણ થશે ત્યારે હવે 90 કરોડનું છેટુ રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer