સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ હવે વધુ ‘હાઇટેક’ બનશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ હવે વધુ ‘હાઇટેક’ બનશે

ચેકિંગ ટીમની રચનાથી માંડી, કોપી કેસ, ફોટાં વિગેરે ‘ઓનલાઇન’
રાજકોટ, તા. 13: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ હવે વધુ ‘હાઇટેક’ બનવા જઇ રહ્યો છે, પરીક્ષા વિભાગમાં એક એવી એપ્લીકેશન ને સોફટવેર વિકસાવવામાં આવશે જેના દ્વારા ચેકિંગ ટીમની રચનાથી માંડી, ટીમને કયાં ચેકિંગમાં જવું ટીમ કોપી કેસ કરે, ફોટા પાડે તે તમામ વિગતો ઓનલાઇન થઇ જશે.
એપ્લીકેશન મોબાઇલ માટે કામ કરશે જયારે સોફટવેર યુનિવર્સિટી પરીક્ષા વિભાગનાં કોમ્પ્યુટરોને અપડેટ રાખશે.
પરીક્ષા વિભાગ દ્વારા દરેક પરીક્ષામાં 200 ચેકીંગ ટૂકડીઓની રચના કરવામાં આવે છે. જેમાં બેક એન્ડ અને ફન્ડ એન્ડ કામગીરી થાય છે. મોબાઇલ એપ્લીકેશન દ્વારા આ બંને કામગીરી સરળતાથી થશે.
પરીક્ષા શરૂ થાય તે પહેલા ચેકીંગ ટીમનાં સદસ્યને ટીમ બનાવવા માટે સંદેશો મોકલાશે તેને એકસેપ્ટ અને રીજેકટ એવા બંને ઓપ્શન હશે.
જો પ્રોફેસર તેને સ્વીકારે તો તેની સાથે જ તુરંત જ ટીમ બનાવવા વિકલ્પ આપવામાં આવશે. ટીમનાં નામ નક્કી કરી અપલોડ થાય કે તુરંત દરેક નામમાં એક મેસેજ જશે અને તેમનો ટીમમાં સમાવેશ થયાનું જણાવી દેવાશે.
આ ચેકીંગ ટીમને કયાં જવાનું છે તેનો પણ તેમને સંદેશો મોબાઇલમાં મળી જશે. ચેકીંગ સમયે પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી થાય કે તુરંત તેની વિગતો પણ યુનિવર્સિટીને મળશે. ચેકીંગમાં આ ટીમ ફોટા પાડે કે કોપીકેસ નોંધે તેની વિગતો પણ ઓનલાઇન યુનિવર્સિટીને મોકલી શકાશે. ફ્રન્ડ એન્ડની આ કામગીરી બાદ પરીક્ષા વિભાગમાં કામગીરીનાં બિલ મૂકવા તેનો રિપોર્ટ કરવો વિગેરે કામગીરી પણ ઓન લાઇન થઇ જશે. ચેકીંગ કરી ટીમ નીકળે તે સાથે તેનું બિલ જનરેટ કરીને ઓન લાઇન સબમીટ કરી શકાશે અને તેમાં ટીમમાં જેટલા સભ્યો હશે તેની ડિજીટલ સાઇન પણ આવી જશે. બિલ આવે કે તુરંત તેને ઓન લાઇન જ ઓડિટ વિભાગમાં મોકલી આપવામાં આવશે.
પરીક્ષા વિભાગને ઓટોમાઇઝેશન ઉપર લઇ જવા માટે પ્રક્રિયા આગળ ધપી રહી છે, આગામી દિવસોમાં વધુ કેટલીક કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવનાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer