કોલસા કૌભાંડ: દોષિત મધુ કોડાને કોંગ્રેસનું સમર્થન હતું: ગોયલ

કોલસા કૌભાંડ: દોષિત મધુ કોડાને કોંગ્રેસનું સમર્થન હતું: ગોયલ
નવી દિલ્હી, તા. 13 : ભાજપે આજે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત’ની દિશામાં કામ કરી રહી છે અને અગાઉની યુપીએ સરકાર કોલસા-ખાણ વિતરણ કેસમાં જે રીતે કામ કરતી હતી તે વાત આજે ઈઇઈંની અદાલતે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાની વિરુદ્ધમાં આરોપો સાબિત કરી તેમને સજા કરી તેના પરથી ઉજાગર થઈ ગઈ છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને રેલવે કોલસા અને વીજળી મંત્રાલયના પ્રધાન પીયૂષ ગોયલે આજે અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોલસા કૌભાંડમાં આરોપી અને સજા પામનારા મધુ કોડાને તે સમયે કૉંગ્રેસનું સંપૂર્ણ સમર્થન હતું અને તેઓ ત્યારે કૉંગ્રેસ સરકારના ઇશારે કામ કરતા હતા.
આજે કૉંગ્રેસની આગેવાની હેઠળની તત્કાલીન યુપીએ સરકાર અને મધુ કોડાની તત્કાલીન રાજ્ય સરકાર આરોપોના ઘેરામાં આવી ગઈ છે. ભ્રષ્ટાચારના ઘોર આરોપો સિદ્ધ થયા છે. આ સરકારોએ દેશને નુકસાન પહોંચાડયું હતું ત્યારે સીએજીના અનુમાન મુજબ લગભગ એક લાખ 86 હજાર કરોડ રૂપિયાનું નુકસાન કૉંગ્રેસ પક્ષની સરકારે દેશને પહોંચાડયું હતું એમ ગોયલે વધુમાં જણાવ્યું હતું.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી કૉંગ્રેસના કેટલાક નેતાઓ કહી રહ્યા હતા કે ભ્રષ્ટાચારની વાતો કેમ થતી નથી. હવે એ સિદ્ધ થઈ ગયું છે કે ભ્રષ્ટાચાર કૉંગ્રેસની અગાઉની સરકારે કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer